Education Savings for Your Child

Brochure: RESPs

હમણાં અને આવતી કાલે

આપણી સમગ્ર પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠતા

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન – તમારા બાળકના શિક્ષણ માટે બચતની યોજના કરો

CANLEARN.CA / CIBLETUDES.CA

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE)

તમે કલ્પના કરો છો કે તમારૂં બાળક હાઇ સ્કૂલ પછી પણ શિક્ષણ ચાલુ રાખે?  તમારા બાળકના ભવિષ્ય માટે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન સાથે બચત કરવા કેનેડા સરકાર મદદ આપી શકે છે.

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) એટલે શું?

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન [Registered Education Savings Plan (RESP) / Régime enregistré d'épargne-études (REEE)], શિક્ષણ માટે બચત કરવાનું એક ખાતું છે જે કેનેડા સરકાર સાથે રજિસ્ટર્ડ હોય છે.  એ તમને, તમારા પરિવારને અથવા મિત્રોને તમારા બાળકના હાઇ સ્કૂલ પછીના શિક્ષણ માટે ધનસંચય કરવામાં મદદ આપે છે.

તમે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) નું ખાતું કોઇપણ નાણાકીય સંસ્થામાં જેમકે બેંક અથવા ક્રેડિટ યૂનિયન, અથવા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર અથવા ગ્રૂપ પ્લાન ડીલર મારફત શરૂ કરી શકો છો,.  આ સંસ્થાઓ, પ્લાનર્સ અથવા ડીલર્સ "રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન  પ્રોવાઇડર્સ [RESP provider / fournisseur de REEE]" રીતે ઓળખાય છે.

મારા બાળકના શિક્ષણ માટે મને બચત કરવાની શા માટે ગરજ છે?

બચત કરવાથી ફાયદો થાય છે!  રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન સાથે, તમે તમારા બાળકના સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલી શકો છો.  રોજનો ફકત એક ડોલર બચાવવાથી પણ ફરક પડી શકે છે.

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનના ફાળાની સાથોસાથ તમને આ પણ મળી શકે છે:

  • કેનેડા લર્નિંગ બોન્ડ; અને/અથવા

  • કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ.

કેનેડા લર્નિંગ બોન્ડ એટલે શું?

કેનેડા લર્નિંગ બોન્ડ [Canada Learning Bond (CLB) / Bon d'études canadien (BEC)], તમારા બાળકના હાઈ સ્કૂલ પછીના શિક્ષણ માટે તમે અત્યારથી જ ધનસંચય કરો એ માટે કેનેડા સરકાર તમને 500 ડોલરની પ્રારંભિક સહાય કરે છે.  વધુમાં, તમારૂં બાળક 15 વરસનું થાય ત્યારસુધી તે દર વરસે 100 ડૉલર અને વધુમાં વધુ 2,000 ડોલર સુધી મેળવી શકે છે!

તમારૂં બાળક કેનેડા લર્નિંગ બોન્ડ મેળવવા માટે યોગ્ય છે,  જો:

  • એનો જન્મ ડિસેમ્બર 31, 2003 પછી થયો હોય; અને

  • તમે કેનેડા ચાઇલ્ડ ટેક્સ બેનિફિટ [Canada Child Tax Benefit / Prestation fiscale canadienne pour enfants] હેઠળ નેશનલ ચાઇલ્ડ બેનિફિટ સપ્લીમેન્ટ (જે ફેમિલી વળતર [family allowance / allocation familiale] રીતે પણ ઓળખાય છે [National Child Benefit Supplement / Supplément de la Prestation nationale pour enfants] મેળવતા હો.

કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ એટલે શું?

કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ [Canada Education Savings Grant / Subvention canadienne pour l'épargne-études] એવી રકમ છે જે કેનેડાની સરકાર તમારા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનમાં તમારી બચતમાં ઉમેરશે.  આ ગ્રાન્ટના બે ભાગ હોય છે :

  1. બેસિક કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ [Basic Canada Education Savings Grant / Subvention canadienne pour l'épargne-études de base]

    ધ્યાનમાં ન લેતાં કે તમારા પરિવારની આવક કેટલી છે, તમારા બાળકના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) માં તમારા બચત કરેલા સૌપ્રથમ 2,500 ડોલરના દરેક ડોલર ઉપર બેસિક કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ તમને દર વરસે 20 ટકા આપશે.

    અર્થાત, તમારા બાળકના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનમાં તમે બચત કરેલા દરેક 10 ડોલર ઉપર સરકાર 2 ડોલર ઉમેરશે.

  2. વધારાની કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ [Additional Canada Education Savings Grant / Subvention canadienne pour l'épargne-études supplémentaire]

    તમારા પરિવારની ચોખ્ખી આવક પ્રમાણે, તમે બાળકના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) માં તમે બચત કરેલા સૌપ્રથમ 500 ડોલરના દરેક ડોલર ઉપર તમને દર વરસે વધારાના 10 ટકા અથવા 20 ટકા મળી શકે છે.

    અર્થાત, તમારા બાળકના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) માં તમારા બચત કરેલા દરેક 10 ડોલર ઉપર સરકાર વધારાનો 1 ડોલર અથવા 2 ડોલર ઉમેરશે,

    નિશ્ચિત કરો કે તમે આ ગ્રાન્ટના બન્ને ભાગો માટે અરજી આપો છો.

કેનેડા લર્નિંગ બોન્ડ અને કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ ફકત રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનના ખાતામાંજ જમા થઇ શકે છે.

તમારા માટે યોગ્ય રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન પસંદ કરવું

ત્રણ પ્રકારના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન ઉપલબ્ધ છે:

  • પારિવારિક રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન [Family RESPs / REEE familial] : તમારા  રક્ત-સંબંધિત અથવા દત્તક લીધેલા એક અથવા વધારે બાળકો માટે તમે પૈસા બચાવી શકો છો.  ફકત એકજ પારિવારિક RESP/REEE વાપરીને તમે બધા માટે બચત કરી શકો છો.

  • વ્યક્તિગત રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન [Individual RESP / REEE individuel]: તમે વ્યક્તિગત RESP/REEE શરૂ કરીને એક બાળક માટે બચત કરી શકો છો, ભલે તે તમારા સગા હોય કે ના હોય.

  • સામુહિક રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન [Group RESP / REEE collectif]:  તમારી બચત બીજા લોકોની બચત સાથે જોડાઇ જાય છે અને શાળાના પૈસા આપતી વખત આવકમાં ભાગીદારી કરવામાં આવે છે.  રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) ના અંત સુધી સામાન્યપણે નિયમિત ચુકવણીની ગરજ હોય છે, પણ દરેક પ્લાનના પોતાના કાયદાઓ હોય છે.

એ અગત્યનું છે કે તમે યોગ્ય સમય લગાડીને રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પસંદ કરો અને સહી કરતાં પહેલાં કોન્ટ્રેક્ટને સાવચેતીથી વાંચો.

તમારા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન પ્રોવાઇડરથી આ બાબત પુછો:

  • તમારા રોકાણના વિકલ્પો (બચત ખાતા, બોન્ડ્સ, ગારન્ટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ્સ [GIC/CPG], મ્યૂચુઅલ ફન્ડ્સ અથવા સ્ટોક્સ);

  • દરેક વિકલ્પોના લાભ અને જોખમ, કારણકે અમુક રોકાણની રીતો બીજાં કરતાં વધારે જોખમવાળી હોય છે;

  • કારભાર સંચાલનની ફીસ; અને

  • લાગુ થતા દંડ જો તમે નિયમિત ચુકવણી ના કરો તો અથવા તમે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) બંધ કરવાનો નિર્ણય લો તો.

હું કેવી રીતે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) ખોલી શકું અને કેનેડા સરકારની ગ્રાન્ટ મેળવી શકું?

પગલું 1 – તમારા બાળક માટે સોશિયલ ઇન્શ્યોરન્સ નમ્બર [Social Insurance Number (SIN) / Numéro d'assurance sociale (NAS)] મેળવો.  એ મફત છે.  વધુ માહિતી માટે 1 800 O-Canada (1‑800‑622‑6232) પર ફોન કરો અથવા તમારી નજીકના સર્વિસ કેનેડા સેન્ટર [Service Canada Centre / Centre Service Canada] સાથે મુલાકાત કરો.

પગલું 2 – એવા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પ્રોવાઇડર સાથે સમ્પર્ક સાધો જે તમારી પસંદગી પ્રમાણે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનનું ખાતું ખોલી શકે.

એવા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન પ્રોવાઇડર પસંદ કરો જે તમારી આવશ્યકતાઓને પૂરી પાડવા સર્વોત્તમ છે, એને પૂછો:

  • તેઓ કેનેડા લર્નિંગ બોન્ડ અને એડિશનલ કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ રજૂ કરે છે કે નહીં;

  • તેઓ કઈ જાતના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) (પારિવારિક, વ્યક્તિગત અથવા સામૂહિક) પ્રદાન કરે છે અને દરેકના લાભ અને જોખમ;

  • તેઓ કઈ જાતના રોકાણની રીતો પ્રદાન કરે છે અને દરેકના લાભ અને જોખમ;  અને

  • તેઓની કારભાર સંચાલનની ફીસ અને દંડ.

તમારા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પ્રોવાઇડરને પૂછવા યોગ્ય પ્રશ્નોની યાદી માટે (અંગ્રેજી) CanLearn.ca અથવા(ફ્રેન્ચ) Cibletudes.ca ની મુલાકાત લો.

પગલું 3 – તમારા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પ્રોવાઇડરની મદદથી રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન શરૂ કરો અને બેસિક અને એડિશનલ (વધારાની) કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ અને કેનેડા લર્નિંગ બોન્ડની અરજી પૂરી કરો.

વધુ માહિતી માટે મને ક્યાંથી મદદ મળી શકે છે?

(ફકત અંગ્રેજી અથવા ફ્રેન્ચ) 

1 800 O-Canada (1-800-622-6232) પર ફોન કરો 
ટી.ટી.વાય. 1-800-926-9105

(અંગ્રેજી) CanLearn.ca અથવા (ફ્રેન્ચ) Cibletudes.ca  મુલાકાત લો.

તમારા નજીકના સર્વિસ કેનેડા સેન્ટર [Service Canada Centre / Centre Service Canada] ની મુલાકાત કરો

સેવાઓ અંગ્રેજી અને ફ્રેન્ચમાં ઉપલબ્ધ છે

તમે નીચે પ્રમાણે સમ્પર્ક સાધીને આ પ્રકાશન મેળવી શકો છો :

પબ્લિશિંગ સર્વિસેઝ
હ્યૂમન રિસોર્સેઝ ઍન્ડ સ્કિલ્સ ડેવલપમેન્ટ કેનેડા
Publishing Services / Services des publications
Human Resources and Skills Development Canada /Ressources humaines et Développement des compétences Canada
140 Promenade du Portage
Portage IV, 12th Floor
Gatineau, Quebec
K1A 0J9

ફેક્સ: 819-953-7260

ઓન-લાઇન: http://www12.hrsdc.gc.ca (અંગ્રેજી) અથવા http://www12.rhdcc.gc.ca (ફ્રેન્ચ)

1 800 O‑Canada (1-800-622-6232) પર સમ્પર્ક સાધીને માગણી પ્રમાણે આ દસ્તાવેજ અન્ય ફોર્મેટ્સ (મોટા અક્ષરોમાં, બ્રેઇલ, ઓડિઓ કેસેટ, ઓડિઓ સીડી, ઈ-ટેક્સ્ટ ડીસ્કેટી, ઈ-ટેક્સ્ટ સીડી અથવા DAISY) માં ઉપલબ્ધ છે.  જો તમે ટેલીટાઇપરાઇટર (TTY/ATS),  વાપરતા હો તો 1-800-926-9105 પર ફોન કરો.

© હર મેજેસ્ટી ધ ક્વીન ઇન રાઇટ ઑફ કેનેડા, 2011

છાપ સ્વરૂપ (અંગ્રેજી અને ફ્રેન્ચ)
Cat. No. / Nº de cat.: HS28-22/2011
ISBN: 978-1-100-52669-0

પી.ડી.એફ. (અંગ્રેજી)
Cat. No.: HS28-22/2011E-PDF
ISBN: 978-1-100-17546-1

પી.ડી.એફ. (ફ્રેન્ચ)
Nº de cat. : HS28-22/2011F-PDF
ISBN : 978-1-100-96309-9